ગુજરાત
News of Saturday, 12th June 2021

બાયડ બસ સ્ટેન્ડ પાસે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

કારની અંદર જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારુની 828 નંગ બોટલો મળી

બાયડ પોલીસે બાતમીના આધારે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે
બાયડ ના ઈન્ચાર્જ પી.આઈ એસ એમ પટેલ અને તેમની ટીમે નાકાબંધી કરીને ગાબટ ઉભરાણ બાજુથી આવી રહેલી hyundai i20 કારને રોકીને તલાશી લેતા કારની અંદર જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારુની 828 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત, ૧૬૯૦૮૦ કાર સહિત 472060 ની કિંમતના મુદ્દામાલને ઝડપી પાડયો હતો

કારમાં દારૂની હેરાફેરી કરનાર ડ્રાઇવર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કારવાખાસ ગામના વતની પ્રહલાદસિંહ શકતાવતને બાયડ પોલીસે ધરપકડ કરીને પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી

(8:48 pm IST)