ગુજરાત
News of Saturday, 12th June 2021

ગરુડેશ્વર તાલુકાના ધામદરા ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધામદરા ગામના યુવાને કોઈક કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર ધામદરા ગામના રણજીતભાઇ ગુમાનભાઇ તડવી( ઉ.વ.-૨૨) એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમને પ્રથમિક સારવાર સરકારી દવાખાના ગરુડેશ્વર માં કરાવ્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ માં રીફર કરેલ ત્યા તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ થતા કેવડીયા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:05 pm IST)