News of Friday, 12th August 2022
રાધનપુરમાં એક જ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર:બજારોમાં ત્રણ ફૂટ પાણી વહ્યા
ઠેર ઠેર પાણી ભરાયા : બજારની તમામ દુકાનો પાણીમાં ગરકાવ
અમદાવાદ : ગુજરાતમાં હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં એક જ કલાકમાં પડેલા સાડા ત્રણ ઇંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. જેમાં બજારમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેના લીધે બજારની તમામ દુકાનો પાણીમાં ગરકાવ થયા છે
(8:39 pm IST)