રાજપીપલા શાક માર્કેટમાં મો.સા.મુકવા બાબતે થયેલી માથાકૂટ બાદ મારામારી કરી ધમકી આપનાર 3 વિરુદ્ધ ફરિયાદ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા શાક માર્કેટમાં રહેતા મોહમદ નઇમભાઇ મોહમદયુનુસભાઇ ખત્રી શાક માર્કેટમાં દુકાને હતા તે વખત સૌફીલ ઉર્ફે કાલું લેવટો ઇસ્માઇલ મલેક ત્યાં આવી કહેવા લાગેલ કે,તમારી દુકાનની આગળ મોટર સાયકલ કેમ ઉભી રાખેલ છે તેમ કહેતા ફરી.નો ભાઈ મોહમદઅતીકે કહેલ કે આ મો.સા. ગ્રાહકોની છે અને અહીયાજ મુકે બીજે કયા મુકે તેમ કહેતા તે ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને તમને જોઇ લેશુ તેમ બોલી જતો રહેલ થોડીવારમાં ઉપરાણુ લઇ સારી ઉર્ફે કાલુ લેવટો ઇસ્માઇલ મલેક તથા સમીરભાઇ ઉર્ફ ગણેશભાઇ ઇસ્માઇલ મલેક તથા ઇરફાનભાઇ ઉર્ફે જગન્નાથ ત્યાં આવી મોહમદઅતીક સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી તેમને છોડાવવા ફરીયાદી આવતા ફરી.ને માર મારતા ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા રાજપીપલા પોલીસે 3 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.