નાંદોદ તાલુકાના ગામોમાંથી ડ્રિપ ઇરીગેશનની પાઇપો ચોરીનો સિલસિલો યથાવત: વધુ રૂ.2.40 લાખની ચોરી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના શહેરાવ તથા નીકોલી ગામેથી ખેતરમાંથી રૂ ૨,૪૦,૦૦૦ ની ડ્રિપ ઇરીગેશનની પાઇપો ચોરી થતા,ખેડૂતોમાં ભય જોવા મળ્યો છે. ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરીના વધતા બનાવોથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરાવ ગામના અર્જુનસિંહ ખુમાનસિંહ બારડના ખેતરના શેઢા પર મુકેલી રૂ ૨,૧૦, ૦૦૦ ની ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરી થતા તેમની ફરિયાદના આધારે રાજપીપલા પોલીસે તપાસ હાથ ધરી છે.
આજ રીતે અન્ય બનાવ નિકોલીના અશ્વિનભાઈ શંકરભાઈ પટેલના ખેતર નિકોલી ગામે કાંદરોજ અને સિસોદ્રા ગામની સીમમાં આવેલ ખેતરના સેઢા ઉપર ડ્રીપ ઈરીગેશનની પાઇપો બંડલ નંગ ૨૫ કિંમત રૂ ૩૦,૦૦૦ ની ચોરી થતા અશ્વિનભાઈ શંકરભાઈ પટેલની ફરિયાદના આધારે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.
નાંદોદ તાલુકામાં વધતા જતા ડ્રિપ ઇરીગેશનની પાઇપો ચોરીના બનાવો ચિંતાનો વિષય બન્યો હોય પોલીસ આ બાબતે કમર કશે તેવી માંગ ઉઠી છે.