શ્રાવણીયો જુગાર રમતા ચાર ને રૂ.૧૪,૪૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી દેડીયાપાડા પોલીસ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં પ્રોહી-જુગારના દુષણને ડામવા માટે પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડીવીઝન નાઓએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જેના અનુસંધાને સર્કલ પો.ઇન્સ.પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલના સુપરવીઝન હેઠળ પો.સ.ઇ. એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા
તે દરમ્યાન પો.સ.ઇ. એ.આર.ડામોરને બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા ફળીયામાં રહેતા હિતેશભાઇ ઉર્ફે જીતુ ગજાનંદભાઇ તડવી ના ઘરના વાડામાં કેટલાક ઇસમો પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં આ પ્રવૃતી ચાલુ જ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી લીધેલ અને પકડાયેલ ચારેય આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૪૦૦ તથા મોબાઇલ નંગ-૦૩ કિં.રૂ.૩૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૪,૪૦૦ નો જુગારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચારેય આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે,