News of Friday, 13th November 2020
અમદાવાદના વાળીનાથ ચોક એઈસી નજીક અજાણ્યા વાહને યુવકને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
અમદાવાદ: શહેરના વાળીનાથ ચોક એઈસી પાસેથી પગપાળા જઈ રહેલા યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે યુવકનું મોત નીપજતા ટ્રાફિકના બી ડિવીઝને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મુળ રાજસ્થાનનો રહેવાસી અને મેમનગરમાં ગોપાલનગર સાગરભાઈની ચાલીમાં રહેતો ભેરૂલાલ દેવાજી મીણા(35) 8 નવેમ્બરના રોજ રાત્રે વાળીનાથ ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડથી એઈસી બ્રિજ પર પગપાળા જઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે જઈ રહેલા અજાણ્યો વાહન ચાલક ભેરૂલાલને ટક્કર મારીને ભાગી ગયો હતો.
(6:48 pm IST)