વડોદરાના આજવારોડ વિસ્તારમાં રોંગસાઇડ કાર ચલાવતા ડ્રાઈવરને રિક્ષાએ હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા: આજવારોડ પર રોંગસાઇડ કાર ચલાવતા ડ્રાયવરને સામેથી આવતી રિક્ષા સાથે અકસ્માત થતા કાર રોડની બાજુના ખાડામાં ઉતરી ગઇ હતી.ગંભીર રીતે ઘવાયેલા કાર ડ્રાયવરનું મોત થયું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ માધવનગરમાં રહેતા ૫૪ વર્ષના હરેશ રમણભાઇ પટેલ પોદ્દાર સ્કૂલના એક શિક્ષકની કાર ચલાવે છે.આજે સવારે હરેશ પટેલ કાર લઇને ઘરેથી નીકળ્યા હતા.તેઓ રોંગ સાઇડ કાર ચલાવતા હોય સામેથી આવતી એક રિક્ષા સાથે અકસ્માત થયો હતો.અકસ્માતના પગલે કાર રોડની સાઇડ પર આવેલા ખાડામાં પડી હતી.અને કાર ચલાવતા હરેશ પટેલને ગંભીર ઇજા પહોંચતા તેઓેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ,સારવાર મળે તે અગાઉ જ હરેશ પટેલનું મોત થયું હતું.