ગુજરાત
News of Thursday, 14th January 2021

રાજ્ય સરકારની જાહેર થયેલ ગાઇડલાઇન પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા ધાબા પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યા જ્યાંથી દૂરબીન થકી આસપાસના ધાબાઓ પર નજર રાખવામાં આવશે અને પોલીસ કોઈના પણ ધાબે જઈ શકશે.

અમદાવાદ: કોરોનાના સંકટ વચ્ચે આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવી રહ્યાં છે. જો કે કોરોના સંક્રમણને જોતા સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ એલર્ટ છે.

કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ધાબા પર ભીડ એકઠી ના કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

કોરોનાના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ પણ હરકતમાં આવી છે. ધાબા પર નજર રાખવા માટે પોલીસ દ્વારા ધાબા પર પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન થકી આસપાસના ધાબાઓ પર નજર રાખવામાં આવશે. આટલું નહીં, પોલીસ કોઈના પણ ધાબે જઈ શકશે.

સરકારના નિયમો મુજબ, ઉત્તરાયણના તહેવારે ધાબા પર માત્ર પરિવારના સભ્યો એકઠા થઈ શકશે. જ્યારે અન્ય કોઈ બહારના વ્યક્તિ ધાબા પર દેખાશે, તો જે-તે સોસાયટીના ચેરમેનની જવાબદારી રહેશે. આટલુ નહીં, વખતે ઉત્તરાયણના દિવસે ધાબા પર લાઉડ સ્પીકર અને ડીજે વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે. સિવાય કેટલાક ઠેકાણે પોલીસ ડ્રોનની મદદથી નજર રાખી રહી છે.

(11:52 am IST)