ગુજરાત
News of Thursday, 14th January 2021

વડોદરાના સમા-સાવલી રોડ નજીક મકાનમાંથી દાગીના સહીત રોકડની ચોરી કરનાર ઘટઘટીને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના સમા-સાવલી રોડ પર ગઇકાલે ચોરો એક મકાનમાંથી રોકડ અને દાગીના ચોરી ગયા હતા.

સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા રાજેન્દ્ર ગોએલે પોલીસને કહ્યું છે કે,તા.૧૨મીએ મોડી રાતે દરવાજાનો નકૂચો તોડી ત્રાટકેલા ચોરો ઘરની ચીજવસ્તુઓ ફેંદી દાગીના અને રોકડ રકમ મળી રૃા.૩.૪૦લાખની મત્તા ચોરી ગયા હતા.

જ્યારે બીજા બનાવમાં નિઝામપુરાના ગોવર્ધનવનમાં રહેતા અમીબેન ઠક્કરે તેમના મકાનના ઉપરના માળેથી વિંટી અને રોકડા રૃા.૭૫૦૦ ચોરાતાં કામવાળી મહિલા  પર શંકા વ્યક્ત કરી હતી.પોલીસે મિનાક્ષી ઉર્ફે મીના રાકેશભાઇ રાજપૂત (રાજીવનગર, નવાયાર્ડ) સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

(4:32 pm IST)