ગુજરાત
News of Thursday, 14th January 2021

આઇટી રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ મુદત લંબાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

પિટિશનમાં હસ્તક્ષેપ કર્યા વગર ફગાવી દેવામાં આવી

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે ઇન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદત લંબાવવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે 

 ગુજરાતના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ડિવિઝન બેન્ચ નોંધ્યું હતું કે CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસેસન) કલમ 271બી ધ્યાનમાં રાખીને ટેક્સ ઓડિટ રિપોર્ટ (TAR) લેટ ફાઇલ કરવાના કિસ્સામાં રાહત આપતો પરિપત્ર બહાર પાડી શકે.  કોર્ટે વધુમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા અગાઉ ત્રણવાર મુદત વધારવામાં આવી છે, તો છેલ્લીવાર 31મી માર્ચ 2021 સુધી કેમ નહિ. જોકે આ પ્રકારના વલણથી સરકારની કામગીરી પર અસર પડી શકે છે અને અનિચ્છનીય પરિણામ પણ આવી શકે છે. જેથી પિટિશનમાં હસ્તક્ષેપ કર્યા વગર ફગાવી દેવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે CBDTએ સેક્શન 119માં અપાયેલી સતાનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો છે. લોકોને એ પડતી હલાકીને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ રિટર્ન અને ઓડિટ ટેક્સ રીપોર્ટની મુદત ત્રણવાર વધારવામાં આવી હતી. બોર્ડે હવે મુદત લંબવવાનો ઇન્કાર કર્યો 

હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20 ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31મી ડિસેમ્બરથી વધારીને 10મી જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. આ ઉપરાંત એવી કંપનીઓ કે જેમને ઇન્કમટેક્સ ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટની જરૂર પડે છે તેમના માટે નાણાંકીય વર્ષ 2020-21ની ઇન્કમટેક્સ રિટર્નની મુદત વધારીને 15મી ફેબ્રુઆરી 2021 કરવામાં આવી છે

(7:45 pm IST)