ગુજરાત
News of Thursday, 14th January 2021

વલસાડ જિલ્લા પોલીસ વડાએ મકરસંક્રાંતિમાં ગૌ પૂજન કર્યું

મકરસંક્રાંતિના દિવસે ગાયોની સેવા અને પૂજનનો અનોખુ મહત્વ છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : મકરસંક્રાંતિના દિવસે ગાયોની સેવા અને પૂજનનો અનોખુ મહત્વ છે. સૌ કોઈ આ દિવસે ગાયની સેવા કરી પુણ્ય કમાવાનો ચૂકતા નથી. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા એ પણ આજરોજ ગૌ પૂજનનો લાભ લીધો હતો.જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા ગૌ સેવા અને ગૌ પૂજાનો લાભ લેવા માટે વાપી કોપરલી સ્થિત અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ગયા હતા. જ્યાં તેમણે કોઈ એસપીની જેમ નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે પહોંચી ગાયોની સેવા કરી તેનું પૂજન કર્યું હતું.

(8:41 pm IST)