ગુજરાત
News of Friday, 14th May 2021

રેમડેસીવીર ઈન્જેક્શન મળશે તેવી પોસ્ટ કરી એડવાન્સ પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરતો શખ્શ ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ઓઢવથી ઝડપી લીધો :આરોપીએ 6 વ્યક્તિઓ સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું

અમદાવાદ :શહેરમાં રેમડેસીવીર ઈન્જેક્શન મળશે તેવી પોસ્ટ કરીને ઈન્જેક્શન લેનાર વ્યક્તિઓ પાસે એડવાન્સ રૂપિયા મેળવી ઈન્જેક્શન ન આપીને છેતરપીંડી અને ઠગાઈ કરનાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ઓઢવથી ઝડપી લીધો હતો. આરોપીએ 6 વ્યક્તિઓ સાથે આ રીતે છેતરપીંડી કરી હોવાનું ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં બહાર આવ્યું હતું.

શહેરમાં કોરોના મહામારીમાં કોરોના દર્દીઓને જરૂર એવા રેમડેસીવીર ઈન્જેક્શન મળશે તેવી પોસ્ટ મુકીને લોકોને ઈન્જેક્શન આપવાની વાતો કરી એડવાન્સ પેટે નાંણા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઈન્જેક્શન નહી આપી છેતરપીંડી કરનાર શખ્સને ક્રાઈમબ્રાંચની ટીમે ઓઢવથી ઝડપી લીધો હતો

આરોપીનું નામ સાગર પ્રજાપતિ હોવાનું જણાવ્યુ હતુ. સાગર સોશિયલ મિડીયામાં રેમડેસીવીર મળશે તેવી પોસ્ટ મુકીને જેનો ઈન્જેક્શન માટે ફોન આવે તેને ઈન્જેક્શન મળી જશે તેમ કહી એડવાન્સ રૂપિયા મેળવી ઈન્જેક્શન ના આપી છેતરપીંડી કરતો હોવાનું જણાવ્યુ હતુ. આરોપીએ અત્યાર સુધી 6 વ્યક્તિઓને સાથે આ રીતે છેતરપીંડી કરી હોવાની પણ કબુલાત કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે વઘુ પુછપરછ હાથધરી છે .

(9:36 pm IST)