ગુજરાત
News of Friday, 14th May 2021

હવે સુરતમાં મેટ્રોની કામગીરી આગળ વધશે : ભૂગર્ભ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીન આવ્યું

કુલ 42 કિ.મી.ના મેટ્રો એલિવેટેડ તેમજ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનશે

સુરત: શહેર માટે અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલવેની કામગીરી પૂર્ણ આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના મેટ્રો એલિવેટેડ તેમજ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનશે. ખાસ કરીને શહેરના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે સર્વેની કામગીરી પણ લગભગ પૂર્ણ થવાને આરે છે. ઘણા સ્પોટ પર સોઈલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

સર્વેની કામગીરી પૂર્ણ થતા જ ટનલ બોરિંગ મશીનથી કામગીરી શરૂ કરાશે. જે ટીબીએમ મશીન સુરત આવી પહોંચ્યું છે. જેને પાલનપુર ફાયર સ્ટેશન સામે હાલમાં ઉતાર્યું છે.

કાપોદ્રાથી શરૂ કરીને સુરત રેલ્વે સ્ટેશન અને મેટ્રો રેલવે બનાવવા માટે ટીબીએમ મશીન દ્વારા ટનલ ખોદવાની કામગીરી કરવામાં આવશે. ટીબીએમ મશીન એસેમ્બલ કરવામાં આશરે પાંચથી સાત મહિના લાગશે. તાકીદે હાલમાં મશીન મંગાવી લેવા લેવાયું છે. જેને એસેમ્બલ કર્યા બાદ તેનાથી ટનલ બોરિંગની કામગીરી શરૂ કરાશે.

હાલમાં શહેરના અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાના સ્થળે તકનીકી તપાસ થઇ રહી છે અને આ સર્વેના આધારે મેટ્રો સ્ટેશનની ડિઝાઇન કરાશે તેવું સુરત મેટ્રોના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

શહેરમાં હાલમાં કાપોદ્રા પાસે સોઈલ ઇન્વેસ્ટિગેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. તે ઉપરાંત શહેરમાં વીઆઈપી રોડથી ભીમરાડ કેનાલ વચ્ચે મેટ્રો માટેના પાઈલિંગની કામગીરી છેલ્લા બે-ત્રણ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે.

ડ્રિમ સિટી ખાતે પ્રોજેક્ટનું ખાતમૂર્હત કરાવતા જ ડ્રીમસિટી પાસે મેટ્રો એલિવેટેડ રૂટ માટે પાઈલિંગની કામગીરી શરૂ કરાઇ હતી અને ડ્રીમસિટી સ્ટેશન માટે પાઈલિંગનું કામ શરૂ થયું છે

(12:40 pm IST)