ગુજરાત
News of Friday, 14th May 2021

વડોદરા:આડા સંબંધનો વ્હેમ રાખી ડ્રાઈવર પર ત્રણ આરોપીઓએ સળીયાથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં આડાસંબંધનો વહેમ રાખીને ડ્રાયવર પર ત્રણ આરોપીઓએ સળિયા અને લાકડાના પાટિયા વડે હુમલો કર્યો હતો.જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતાપનગર રોડ કિશનનગરમાં રહેતા  પ્રકાશ દશરથભાઇ વણજારા ગોલ્ડન ચોકડી પાસે આવેલી  ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે.પ્રકાશે પાણીગેટ  પોલીસને જણાવ્યુ છે કે,ગઇકાલે સાંજે પાંચ વાગ્યે માંડવી પાસે આવેલી ચશ્માની દુકાને ચશ્મા બનાવવા માટે ગયો હતો.અને ત્યાંથી રિક્ષામાં બેસીને પોણા વાગ્યે આજવારોડ દૂધેશ્વર સોસોયટી પાસે બસસ્ટેન્ડ પર ઉતર્યો હતો.અને ત્યાં આવેલા બેન્ક ઓફ બરોડાના એ.ટી.એમ.માંથી રૃપિયા ઉપાડવા માટે ગયો  હતો.તે દરમિયાન ગાજરાવાડી ખાતે રહેતા દશરથ પરથીભાઇ વણજારા,શૈલેષ પરથીભાઇ વણજારા અને રાજુ  નામનો શખ્સ એક સ્કૂટર પર બેસીને મારી પાસે આવ્યા હતા.એક મહિલા સાથે મારે અનૈતિક સંબંધ હોવાનો વહેમ રાખીને તેઓએ મારી સાથે ઝઘડો કરી લોખંડના સળિયા અને લાકડાના પાટિયા વડે મારી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.આજે તો તને પૂરો કરી નાંખવો છે.તેવું કહીને ત્રણેયે મને માર માર્યો  હતો.

 

(4:42 pm IST)