ગુજરાત
News of Friday, 14th May 2021

સુરત: કોરોના સંક્ર્મણ અટકાવવા આંશિક લોકડાઉન અંતર્ગત જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત: શહેરમાં કોરોનાનું સક્રમણ અટકાવવા આંશિક લોક્ડાઉન અંતર્ગત ખાણીપીણીની તમામ દુકાનો બંધ રાખવાના આદેશ વચ્ચે વેસુના રાજ ડ્રીમ બિલ્ડીંગમાં કોફી કાસ્ટલ નામની શોપ ચાલુ રહેતા પોલીસે દરોડા પાડી માલિક વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના મહામારીને પગલે સક્રમણ વધુ નહીં ફેલાય તે માટે આંશિક લોક્ડાઉન લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના તમામ દુકાનો પણ બંધ રાખવાનો આદેશ છે. પરંતુ વેસુ સેકન્ડ વીઆઇપી રોડ સ્થિત રાજ ડ્રીમ બિલ્ડીંગના પહેલા માળે કોફી કાસ્ટલ નામની કોફી શોપ ચાલુ હોવાની બાતમી ખટોદરા પોલીસને મળતા દરોડા પાડયા હતા. જયાં સાતથી આઠ ગ્રાહકો કોફી શોપમાં બેઠા હતા અને તમામ વચ્ચે સોશ્યિલ ડિસટન્સ હતું અને માસ્ક પણ પહેર્યા હતા. જેથી પોલીસે કોફી શોપ માલિક અભિષેક હિતેશ કાતરીયા (ઉ.વ. 22 રહે. ઘર નં. 439, સીતારામ સોસાયટી, પુણા ગામ) વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:44 pm IST)