ગુજરાત
News of Friday, 14th May 2021

સુરત: પરણિત બહેનના પતિ સહીત સાસરિયા પર જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડનાર આરોપીની ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત:શહેરમાંપરણીત બહેનના પતિ સાસરીયા પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવાના ગુનાઈત કારસામાં અમરોલી પોલીસની ધરપકડથી બચવા આરોપીએ કરેલી માંગને કોર્ટ નકારે તેવી દહેશતથી આરોપીએ જામીન અરજી કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના પરત ખેંચી લીધી છે.
 

મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના વતની ફરિયાદી અજય બીશન બગાડા (રે.રામદર્શન સોસાયટી, ભરથાણા કોસાડ)ના મોટાભાઈ રાજેશના લગ્ન રીનાબેન સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે કાયદેસરના છુટાછેડા થયા હોવા છતાં ફરિયાદીના ભાઈ રાજેશે અન્ય સ્ત્રીને ઘરમાં પત્ની તરીકે રાખી હતી. જેની અદાવત રાખીને તા.23-4-21 ના રોજ આરોપી રતન માંગીલાલ દાયમા, રીનાબેન દાયમા, ધાપુબેન મુન્નાભાઈ, અર્જુન, ચિન્ટુ, રાકેશ મુન્નાભાઈ દાયમાં (રે.રામનગર ભરથાણા) ભેગા મળી ચપ્પુ, લાકડાના ફટકા વડે ફરિયાદીના ગળા પર ચપ્પુ વડે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીના ભાઈ રોહિત તથા માતા શાંતિબેન બગાડા પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડતા હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.

કેસમાં અમરોલી પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી ચિન્ટુ મુન્નાભાઈ દાયમાએ આગોતરા જામીન માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી. અલબત્ત આરોપીની આગોતરા જામીનની ગુણદોષ પર સુનાવણી થાય તે પહેલાં કોર્ટ જામીન નકારે તેવી દહેશતથી આરોપીએ પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

(4:45 pm IST)