ગુજરાત
News of Friday, 14th May 2021

અમદાવાદમા કોરોનાકાળમાં ફરી એક વખત તબીબો જીવન રક્ષક સાબિત થયા : હાઈડોપ ફિટાલીસથી બાળક પિડાતુ હતુઃ ૪ વખત કસુવાવડનો ભોગ બનેલ મહિલાને નવજીવન

અમદાવાદ તા. ૧૪  : કોરોનાકાળમાં ફરીથી તબીબો ફરી એકવાર જીવનરક્ષક સાબિત થયા છે. ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપ્યું હતું. હાઇડોપ ફિટાલીસ રોગથી પીડાતો હતો બાળક જેના કારણે તેની ચાલી રહી હતી સારવાર. લાખો-કરોડો બાળકો પૈકી 1 બાળકને આ રોગ થાય છે. 4 વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે નવજીવન મળ્યું હતું. 

ડો. કમલ પરીખના નેતૃત્વમાં અન્ય 3 તબીબોએ બાળકનો જીવ બચાવ્યો હતો. ડો. અંજના સાવલિયા, ડો. જનક દેસાઈ અને ડો. અમી શાહે પણ બાળકને બચાવવા માટે કરી હતી મહેનત. માતાનો બ્લડ ગ્રુપ બી - નેગેટિવ અને ગર્ભમાં બાળકનો બી-પોઝીટીવ બ્લડ ગ્રુપના લીધે હાઇડોપ ફિટાલીસ રોગ થયો હતો. 

રોગના લીધે ગર્ભમાં રહેલા બાળકનો બ્લડ પાણી બની જતો હતો અને આખરે બાળકનો મોત થયું હતું. તબીબોએ ગર્ભમાં બાળકનો 2 વખત બ્લડ બદલ્યુ હતું. 34 અઠવાડિયા બાદ બાળકનો સિઝેરિયન સર્જરી કરી બાળકનો જન્મ થયો હતો. ડો. કમલ પરીખે જન્મ લીધેલા બાળકનો જન્મના 1 કલાક પછી, 12 કલાક પછી અને 24 કલાક પછી ત્રણ વખત બ્લડ બદલ્યું હતું. 

ડો. કમલ પરીખે ઇન્ટેનસિવ ફોટો થેરાપી અને આઈ.વી.ગામના ઇન્જેકશન આપી સારવાર આપી આખરે બાળકને નવજીવન આપ્યું હતું. બાળક હવે માતાનું ધાવણ કરે છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ચુક્યો છે. માતા બન્યા બાદ નવજાત શિશુની માતા પર ભાવુક થયા હતા. 

(5:31 pm IST)