ગુજરાત
News of Friday, 14th May 2021

કુંવરપરા ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સોને રૂપિયા 42,720 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુંવરપરા ગામની સીમમાં આવેલા મણી નાગેશ્વર મંદિર પાસે ચાર જુગરિયાઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
 પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે ગુરુવારે સાંજે 6.30 વાગે બાતમીના આધારે રેઇડ કરતા કુંવરપુરા ગામની સીમમાં જુગાર રમતા ( ૧ ) જિતુભાઇ મોરજી ભાઇ કાછીયા રહે. કાછીયાવાડ રાજપીપલા, ( ૨ ) જયેશભાઇ રધુનાથભાઇ રબારી રહે - રસેલા તા.નાંદોદ ( ૩ ) સતગુરૂ ભગતશરણભાઇ પટેલ રહે.રાધા સ્વામી કંપાઉન્ડ , હરસિધ્ધિ માતાના મંદિર પાસે રાજપીપલા તા.નાંદોદ અને ( ૪ ) દક્ષેશભાઇ ચીમનભાઇ કાછીયા રહે- કાછીયાવાડ , રાજપીપલા તા.નાંદોદ ને જુગાર રમી રમાડી અંગ ઝડતીના રૂ .૧૧,૩૦૦ તથા દાવ પરના રૂ .૧૪૨૦ મોબાઇલ નંગ -૪ કિંમત રૂ .30,000 મળી કુલ્લે રૂ .૪૨,૭૨૦ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:21 pm IST)