ગુજરાત
News of Friday, 14th May 2021

બોરીદ્રા ગામમાં રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 2500 માસ્કનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન રાજપીપલાએ રોટરી ક્લબ સયાજીનગરી વડોદરાના પ્રેસિડેન્ટ વૈશાલીબેનની સહાયથી બોડીદ્રા ગામના જરૂરિયાત મંદ લોકોને માસ્કનું વિતરણ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક પ્રકારના સેવા કાર્ય સાથે જોડાયેલ શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન અને સયાજી નગરી વડોદરાના રોટરી ક્લબના પ્રેસિડેન્ટ વૈશાલીબેન તરફથી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં જરૂરિયાત મંદ લોકોને કોરોના મહામારીથી બચાવવા માટે કુલ 2500 નંગ માસ્કની મદદ કરવામાં આવી હતી .બોરીદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ ભાઈ મકવાણા દ્વારા ગામના લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છે કે ગામડાના લોકો માસ્ક લેવા માટે રાજપીપલા શહેરમાં જઈ શકતા નથી જેના કારણે તેમને પણ કોરોના જેવી મહા બીમારી થઇ શકે છે .આ બાબત ધ્યાને રાખી શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા આ પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યુ હતું

(10:32 pm IST)