ગુજરાત
News of Saturday, 14th May 2022

ડાંગ જિલ્લાનાં આહવા સર્કિટ હાઉસ ખાતે (ABPSS) નાં નેજા હેઠળ જિલ્લાનાં પત્રકારોની બેઠક સહિત સંગઠનની રચના કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાતનાં હોદેદારોનાં નેજા હેઠળ આહવાનાં સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમની સાથે જીલ્લાનાં હોદ્દેદારોની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો હતો.

આ બેઠકમાં ડાંગ જીલ્લામાંથી ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડીયાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, બેઠકમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં હોદેદારોમાં અજયસિંહ પરમાર, મીનહાઝ મલિકે નાઓએ પત્રકાર સુરક્ષિત હોય તો સમાજ સુરક્ષિત રહે છે તેમ જણાવ્યુ હતુ.આ બેઠકમાં પત્રકારોની સુરક્ષા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવે તેવી હાંકલ કરવામાં આવી હતી.સાથે સાથે ડાંગ જિલ્લાનાં હાજર પત્રકારોનાં મંતવ્ય સાંભળી ABPSSનાં હોદેદારોએ તેના ઉકેલ લાવવા અને ભવિષ્યમાં પત્રકારોને કોઈપણ મુશ્કેલી હોય તો સહકાર આપવાની પુરી ખાતરી આપી હતી. તેમજ પત્રકારોનાં બાળકોને શાળામાં ફીમાં રાહત મળે તેમજ મેડિકલમાં પણ પત્રકારોનાં પરિવારજનોને લાભ મળે તેમ સ્કૂલો અને હોસ્પિટલો સાથે ABPSS એમ.ઓ.યુ કરશે તેવી વિશેષ જાણકારી આપી હતી.આ બેઠકમાં ડાંગ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સંગઠનનાં હોદ્દેદારો અને કારોબારી ટીમની પણ રચના કરવામાં આવી હતી. ડાંગ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં સંગઠનમાં પ્રભારી તરીકે શેખરભાઈ ખેરનાર,પ્રમુખ તરીકે ગીરીશકુમાર ભોયે,મહામંત્રી તરીકે સોમનાથભાઈ પવાર, સંજયભાઈ ગવળી,ઉપપ્રમુખ તરીકે કાળુભાઈ ગાડવે, સુશીલભાઈ પવાર,મદનભાઈ વૈષ્ણવ,જિલ્લા કોષાધ્યક્ષ તરીકે પુંડલીક વાઘમારે, મંત્રી તરીકે જઈદ પવાર, સોમનાથ ગાયકવાડ,અર્જુનભાઈ જાદવ તથા મીડિયા આઈટી સેલનાં કન્વીનર તરીકે મુનિરા શેખ, યોગીતા પટેલ ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
 અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાનાં માર્ગદર્શન અને સૂચનાથી આહવા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજયસિંહ પરમાર,પ્રદેશ સંયોજક મીનહાઝ મલિક,ભરૂચ જિલ્લા પ્રભારી નિશાર ચોગલે ,ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ શૈલેષ પરમાર અને ભરૂચ જિલ્લા મહામંત્રી ભાવેશ મુલાણી સહિત ડાંગ જિલ્લાનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(10:22 pm IST)