ગુજરાત
News of Saturday, 14th May 2022

આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશઃ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે આપ્યા સંકેત

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી: ઉદયપુરમાં રાષ્ટ્રીય કોંગ્રેસની ચિંતન શિબિરથી હાર્દિક પટેલ ગેરહાજર

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 2017ની ચૂંટણીના સમયે ભાજપને કોંગ્રેસે ટક્કર આપી હતી. જેમાં હાર્દિક પટેલનો મહત્વનો ફાળો હતો. કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ પાટીદાર અનામત આંદોલનની મહત્વની ભૂમિકા હતી. ભાજપ સરકાર વિરૂદ્ધ પટીદાર આંદોલન ઉભુ કરનારો મુખ્ય ચેહરો હાર્દિક પટેલ હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલની કોંગ્રેસની સાથે નારાજગી સામે આવી રહી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટુંક સમયમાં હાર્દિક પટેલ મોટો નિર્ણય લઇ શકે છે. 

મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ આગામી અઠવાડિયે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જણાવાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેમની આ નારાજગી રાજકારણમાં અનેક ચર્ચાઓને જોર આપી રહી છે. હજુ સુધી હાર્દિકે પોતાના આગામી નિર્ણય તરફ કોઈ ઇશારો નથી કર્યો, પહેલા એ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં રહેવાના છે. પરંતુ હજુ સુધી તેમની માંગો પર યોગ્ય વિચાર નથી થયો, તેવામાં તેઓ જલ્દી કોઈ મોટો નિર્ણય લેતા નજરે પડી શકે છે. હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છું, આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશ.

(11:00 pm IST)