ગુજરાત
News of Saturday, 14th May 2022

ગુજરાતના ઈતિહાસની અનેરી ઘટનાઃ ૨૬ વર્ષના યુવાન દ્વારા ૬૫ કરોડનું ઉઠમણું

ભોગ બનેલ તમામને સામેથી ફરિયાદ આપવા જણાવાયું ઈકોનોમિક સેલ રેડ્ડી માલ સગેવગે ન થાય તે માટે પોલીસ ખડેપગેઃ આરોપીઓને શોધવા જરૂર જણાયે ક્રાઈમ બ્રાન્‍ચ એસ.ઓ.જી.ને અત્‍યારથી જ સાબદી કરી દેવામાં આવી છેઃ અજયકુમાર તોમર : સૌરાષ્‍ટ્ર, ગુજરાતના વેપારીઓમાં ભારે ચર્ચાસ્‍પદ બનેલ મામલામાં દૂબઈ સુધી તપાસ માટે તખ્‍તો ગોઠવાઈ ગયોઃ સુરત પોલીસ કમિશ્નર સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટ, તા.૧૪:  સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતના ૨૬ વર્ષના યુવાન દ્વારા બે કંપની ખોલી ૬૫ કરોડ જેટલી રકમનું ફુલેકું ફેરવવાના ચકચારી મામલામાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ફરીયાદીઓને સામેથી બોલાવી તાત્‍કાલિક એફ. આઈ.આર કરવા સૂચવ્‍યું છે, દરમિયાન આરોપી પાસે રહેલ માલ સગે વગે ન થાય તે માટે ગોડાઉન ર્પ પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો હોવાની બાબતને ‘અકિલા' સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.             
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવેલ કે, અમે તકેદારીના પગલાંઓ અત્‍યારથીજ લેવા શરૂ કરી દીધા છે અને વિધિસર ફરિયાદ મળ્‍યે આર્થિક ગુન્‍હા નિવારણ સેલને ફરિયાદ સુપ્રત કરી આપીશું. આ માટે જરૂરી સૂચનાઓ પણ સંબંધક અધિકારીઓને આપવામાં આવી છે, આ સિવાય અન્‍ય કેટલીક બાબતો પણ મહત્‍વની બ્રાંચો સાથે ચર્ચા કરી વિચારી રાખી છે, હાલના તબક્કે આરોપી સચેત ન થાય તે માટે પગલાંઓ અંગેની વિગતો ચર્ચવી હિતમાં નથી, પરંતુ પોલીસ કાર્યવાહીમાં કોઈ કસર નહિ રહે તેમ વિશેષમાં જણાવેલ.                           
અત્રે એ યાદ રહે કે સુરતની જાણીતી ગ્‍લોબલ માર્કેટના વેપારી એવા યુવાન દ્વારા ટેકસટાઇલ માર્કેટમાં મોટી માત્રામાં વેપારીઓ સાથે ૬૫ કરોડનું ઉઠમણું કરી ઠગાઈ કરવાની ઘટના સૌરાષ્‍ટ્ર ગુજરાતના ટેકસટાઇલ વ્‍યપારીઓમાં ઘણા સમયથી ચર્ચાસ્‍પદ બનેલ, છેલ્લા ૪,૫ દિવસથી ગાયબ થવાનો જેના પર આરોપ છે તેવા યુવાન દ્વારા બેત્રણ વ્‍યાપારી પેઢીઓ શરૂ કરી હતી.         
વ્‍યપારીઓ દ્વારા ઠગાઈનો ભોગ બન્‍યા બાદ વ્‍યપારી સંગઠન પાસે રજૂઆત કરી પોલીસ કાર્યવાહી કરવા નિર્ધાર કરેલ, દરમિયાન આ બાબત અજય કુમાર તોમરના ધ્‍યાનમાં આવતા તુરંત ભોગ બનેલ વ્‍યપારીઓને સામેથી સંદેશ મોકલી ફરિયાદ કરવા અને પોલીસ તમામ પગલાંઓ લેશે તેવી ખાત્રી આપી હતી.                                  
સંખ્‍યા બંધ વ્‍યાપારીઓ સાથે ઠગાઇ કરવાના જેમના પર આરોપ છે તેઓ ભો ભીતર બન્‍યા છે, એક આરોપી દુબઇ હોવાની શંકાને સમર્થન મળશે તો બીએસએફ વડા તરીકેના દેશ ભરમાં સિપીના સંપર્ક આધારે રેડ કોર્નર નોટિસ સાથે ઇન્‍ટર પોલનો પણ સંપર્ક કરવા સુધીના પગલાંઓ લેવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચ, એસ. ઓ.જી વિગેરેને પણ કામે લગાડવા રણ નીતિ ઘડાય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

(4:20 pm IST)