ગુજરાત
News of Saturday, 14th May 2022

વડોદરા શહેર નજીક લાલજીપુરા ગામે ધંધાની હરીફાઈમાં વેપારી પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:લાલજીપુરા ગામે ડી.જે.ની સર્ફી લાઇટો ભાડે આપવાના ધંધાની હરીફાઇમાં એક વેપારી પર ચાર આરોપીઓએ હુમલો કર્યો હતો.જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

શહેર નજીકના લાલજીપુરા ગામ કોઠીવાળા ફળિયામાં રહેતા પ્રદિપ મહેશભાઇ પરમાર સોખડા ખાતે શાકભાજીનો વેપાર કરે છે.તેની સાથે ડી.જે.ની સર્ફી લાઇટો ભાડે આપવાનો ધંધો પણ કરે છે.તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે,ગત તા.૧૧ મી એ ચિરાગ  ઘનશ્યામભાઇ પરમાર (રહે.નિશાળવાળું ફળિયું, લાલજીપુરા) ની ત્યાં લગ્ન  પ્રસંગ હોઇ મેં મારી ડી.જે.ની  સર્ફી લાઇટો ભાડે આપી  હતી.રાતે સવા બે વાગ્યે લગ્ન પ્રસંગ  પૂરો થતા હું લાઇટ કાઢવા માટે  ગયો હતો.તે સમયે ફળિયામાં  રહેતા મેહુલ ફૂલાભાઇ પરમાર અને જયેશ શૈલેષભાઇ પરમાર મારી પાસે આવ્યા હતા.તેઓએ મને ધમકી આપતા કહ્યું હતું કે, હવે અમે જોઇએ છે કે, તું લાઇટો કેવી રીતે  ભાડે આપે છે.બંને એ મને ગાળો બોલી માર મારવાનું શરૃ કર્યુ હતું.મેહુલના અન્ય મિત્રો વિપુલ જયહિંદભાઇ  પરમાર તથા સંજય મયજીભાઇ પરમાર પણ સ્થળ પર આવી ગયા હતા.તેઓએ પણ મને માર માર્યો હતો.વિપુલ નજીકમાં પડેલી લાકડી લઇને આવ્યો હતો.અને મને માથામાં ઇજા કરી હતી.આ ઝપાઝપીમાં સંજયના હાથનું કડું મને માથામાં વાગી ગયું હતું.મેં બૂમાબૂમ કરતા મારા પિતા દોડી આવ્યા હતા.અને મને વધુ માર ખાવાથી બચાવ્યો હતો.

(6:10 pm IST)