ગુજરાત
News of Saturday, 14th May 2022

AIMIMના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીના ગુજરાતમાં ધામા : કાલે વડગામના છાપીમાં કરશે જાહેરસભા

ઓવૈસી બે દિવસના ગુજરાતના પ્રવાસે :ધર્મગુરુઓ સાથે મુલાકાત કરશે: રાજ્યના પદાધિકારીઓ અને હોદ્દેદારા સાથે બેઠક કરશે

અમદાવાદ : AIMIM ના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરશે. રાજ્યના પદાધિકારીઓ અને હોદ્દેદારા સાથે બેઠક કરશે. તેઓ 15 મેના રોજ વડગામના છાપીમાં જાહેરસભા કરશે. અમદાવાદ કોર્પોરેશનમાં એઆઇએમઆઇએમનું 7 સીટો પર વર્ચસ્વ છે.

  ઓવૈસીએ કહ્યું હતું કે આપણે એક બાબરી ખોઈ છે. હવે બીજી ખોવાની નથી. આપ, કોંગ્રેસ, બસપા, ભાજપ બધા એક જ છે. લોકો કહે છે અમે બી ટીમ છે એવું કંઈ નથી. ગુજરાત વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિ આવશે તો તેઓ તમારો અવાજ રજૂ કરશે. સાંસદમાં ખુબ ઓછુ પ્રતિનિધિત્વ છે પણ તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે તેનો પડઘો પડે છે.

આપણે માત્ર વોટ આપનાર બનવાનું નથી. વોટ લેનાર પણ બનવાનું છે. ઓવૈસીએ કહ્યું હતું કે ભારતને મજબૂત કરવું હશે તો પાર્ટી નહીં લોકોને મજબૂત કરવું પડશે. પરિસ્થિતિથી નિરાશ થવાની જરૂર નથી. હિંમતથી કામ કરવું પડશે. મોંઘવારી અને બેકારી મામલે પણ અસુદ્દીન ઓવૈસીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.

(7:58 pm IST)