ગુજરાત
News of Monday, 14th June 2021

તિલકવાડા પોલીસે પશુઓ ભરી કતલખાને જતી ટ્રક સહિત ૧૭.૧૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ચોકડી પાસેથી ગૌવંશ ભરેલી ટ્રક તિલકવાડા પોલીસે ઝડપી ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય ગૌરક્ષાદળ ના પ્રમુખે આપેલ ફરિયાદ મુજબ તેમણે બાતમી મળેલ કે આણંદ થી મહારાષ્ટ્ર ટ્રક માં પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા કપુરાઈ થી ટ્રક નો પીછો કરી ટ્રક રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ડભોઇ થી નર્મદા જિલ્લાના તિલકવાડા તરફ પુરઝડપે હંકારી મુકતા નર્મદા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરતા તિલકવાડા પોલીસે ખીચો ખીચ પશુઓ ભરેલ ટ્રક ને રોકી ટ્રક GJ 23 V 1398 માં ૨૦ મોટી ભેંસો અને એક નંગ પાડો કુલ ૨૧ પશુઓ જેની કિંમત ૨.૧૦ લાખ તેમજ ટ્રક ની કિંમત ૧૫ લાખ મળી કુલ રૂ. ૧૭.૧૦ લાખ નો મુદ્દામાલ કબજે કરી શબ્બીરખા અકબરખાં મલેક, સુલ્તાનમિયા સીરાજ મીયા મલેક,ઇમરાન પીર મહંમદ અબદાલ ત્રણેય રહે . સમારખા, જી. આણંદ ને ઝડપી પાડી તેમજ પાઈલોટિંગ કરતી ઇનોવા કાર ન. GJ 18 X 1265 માં બેઠેલ ત્રણ વ્યકતીઓ તથા ટ્રક મલિક સામે પશુ ઘાતકીપણા મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:08 pm IST)