ગુજરાત
News of Tuesday, 14th June 2022

ઓલમ્પિક ખેલાડી મંગલ સિંગ ચંપિયન રાજપીપળાનાં સ્પોર્ટ કોમ્પલેક્ષમાં તાલીમ લેતા બાળકોને પ્રોત્સાહિત કરવા આવી પહોચ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ભારતીય ઓલમ્પિક રમતવીર મંગલ સિંગ ચંપિયન આજે સાંજે રાજપીપળા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે આવતા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા એ તેમનું સ્વાગત કર્યું હતું
ગુજરાત ના રાજ્ય કક્ષાના આર્ચરી સમર કેમ્પ માટે એક્ષપર્ટ કોચ તરીકે નડિયાદ ખાતે આવેલ ઓલમ્પિક ખેલાડી મંગલ સિંગ ચંપિયન ખાસ રવિવારે સાંજે નર્મદા જિલ્લાની મુલાકાતે હોય જેમાં નર્મદા જિલ્લા કક્ષાના સમર કેમ્પ માં રાજપીપળાનાં બાળકો તાલીમ લેતા હોય તેમને પ્રોત્સાહન આપવા રાજપીપળા સ્પોર્ટ કોમ્પલેક્ષ ધાબા ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને હાલ રાજપીપળા નાં તાલીમ લઈ રહેલા બાળકો સાથે તેના અનુભવો સેર કરી તમામ બાળકો ખૂબ મહેનત કરી એક ખેલાડી તરીકે સારી નામના અને મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી તેમની સાથે દિનેશભાઈ ભીલ ,જિલ્લા રમત વિકાસ અધિકારી છોટાઉદેપુર,વિષ્ણુભાઈ વસાવા,જિલ્લા રમત વિકાસ અધિકારી નર્મદા તેમજ હાજર અન્ય કોચિસએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અંતમાં તાલીમ લેતા બાળકોએ આ ઓલમ્પિકનાં ખ્યાતનામ ખેલાડી સાથે એક યાદગીરી માટે ગ્રુપ ફોટો પડાવ્યો હતો..

(10:47 pm IST)