ગુજરાત
News of Tuesday, 14th June 2022

ડીમાન્‍ડ વધતા અમુલ આઇસ્‍ક્રીમનું ઉત્‍પાદન આવતા ર વર્ષમાં બમણુ કરી દેવા માંગે છે

આઇસ્‍ક્રીમ માર્કેટમાં અડધો હિસ્‍સો અમુલનો

અમદાવાદ તા.૧૪ :આઇસ્‍ક્રીમની માંગે આ ઉનાળામાં પાછલા બધા રેકોર્ડ તોડી નાખતા આઇસ્‍ક્રીમ ઉત્‍પાદકો પોતાના ધંધાના વિસ્‍તરણ અને ઉત્‍પાદન વધારવા થનગની રહ્યા છે. ભારતની સૌથી મોટી કો.ઓપરેટીવ આઇસ્‍ક્રીમ ઉત્‍પાદક કંપની અમુલ દેશના આઇસ્‍ક્રીમ બજારનો લગભગ બમણું કરવાનો ઇરાદો વ્‍યકત કર્યો છે.
અમુલ આઇસ્‍ક્રીમનુ અત્‍યારે દેશભરમાં ૧૭ જગ્‍યાએ ઉત્‍પાદન થાય છે. હવે પ્‍લાન્‍ટની સંખ્‍યા બમણી કરવામાં આવશે આની શરૂઆતમાં અમુલ આગામી વર્ષમાં પોતાની ઉત્‍પાદન શકિત વધારવા માટે અમુલ ૯ નવી જગ્‍યાએ પ્‍લાન્‍ટ શરૂ થશે.
અમુલ ફેડરેશનના સીઓઓ જયેન મહેતાએ કહ્યું અને આઇસ્‍ક્રીમ ઉત્‍પાદન ક્ષમતાનું વિસ્‍તરણ કરવા માટે ગુજરાતમાં બનાસકાંઠામાં શાનદાર ડેરી ખાતે, ભૂજ, સુરેન્‍દ્રનગર અને અમરેલી જીલ્લામાં પ્‍લાન્‍ટ શરૂ કરીનું ગુજરાત બહાર અમે યુ.પી.ના લખનૌ, મુંબઇ નજીક તળોજા, એમ.પી.માં ઇન્‍દોર, આસામમાં ગૌહતી અને કોલકતા નજીક જયરામબાતીમાં વિસ્‍તરણ કરીશું.
અમુલ ઉપરાંત સ્‍થાનિક ઉત્‍પાદકો પણ વિસ્‍તાર કરીને નવા માર્કેટ પર કબજો મેળવવાનો વિચાર કરી રહ્યા છે. હુબેર એન્‍ડ હોલી બ્રાન્‍ડના સ્‍થાપકો, જેમણે પોતાની પહેલાની બ્રાન્‍ડ હેવમોર દક્ષિણ કોરીયાની લોટ્ટે કંપનીને ૧૦ર૦ કરોડ રૂપિયામાં વેચી હતી તેઓ પણ પોતાની નવી આઇસ્‍ક્રીમ બ્રાન્‍ડના વિસ્‍તરણ માટેનું આયોજન કરી રહ્યા છે.
હુબેર એન્‍ડ હોલીના સ્‍થાપક અને ડાયરેકટર પ્રદીપ ચોનાએ કહયું ‘‘અમારા ઉત્‍પાદનોમાં નવી નવી ફલેવરોએ અમને આગળ વધવામાં મદદ કરી છે અને વિસ્‍તરણ માટે તૈયાર છીએ અત્‍યાર અમારી હાજરી અમદાવાદ, પુણે અને હૈદ્રાબાદમાં છે અમે આગામી બે વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને બેંગ્‍લોરમાં ૧૦ નવા આઉટલેટ ખોલવા ૧૦ કરોડનું રોકાણ કરવા વિચારી રહ્યા છીએ અમારી પાસે ફ્રેન્‍ચાઇઝ માટે આવતી ઇન્‍કવાયરીઓ વધતી જાય છે.''

 

(11:26 am IST)