ગુજરાત
News of Wednesday, 14th July 2021

ઇન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતામાં થયેલો પ્રેમસંબંધ મોંઘો પડ્યો.

નાંદોદ તાલુકાના એક ગામની યુવતીને બ્લેકમેલ કરી વારંવાર બદકામ કરનાર યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની એક યુવતીને બ્લેકમેલ કરી બળાત્કાર કરનાર યુવાન વિરુદ્ધ ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના એક ગામમાં રહેતી એક ૨૮ વર્ષીય યુવતીને સાથે સત્યજીતસિંહ રણજીતસિંહ રાણા (રહે.ગોપાલપુરા તા.નાંદોદ જી.નર્મદા )ને ૨૦૧૭ ની સાલમાં ઈન્સ્ટ્રાગ્રામ એપથી તેઓ વચ્ચે મિત્રતા થયેલી તે બાદ તેઓ બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયેલ આ યુવકે યુવતીને લગ્ન કરવાનુ વચન આપી અવાર નવાર પોતાની વેગનાર ગાડીમાં બેસાડી લઈ જઈ શારીરીક સબંધ બાંધેલ તે બાદ યુવતીએ લગ્ન કરવા જણાવતા યુવકે લગ્ન કરવાની ના પાડી પ્રેમ સબંધ માં તિરાડ પડી, ત્યારબાદ ૨૦૧૯ ની સાલમાં આ યુવતી રાજપીપલા કૉલેજમાં ગઇ તે વખતે યુવકે તેને ધાક ધામકી આપી એકાંતમાં મળવા બોલાવી અને ત્યાં પોતાના મોબાઈલમાં પાડેલ યુવતિના નિર્વસ્ત્ર ફોટા તથા વિડીયો બતાવી ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો અને ત્યારબાદ પણ યુવતીને બ્લેકમેઈલ કરી અવાર નવાર બળાત્કાર કરી  જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

(9:19 am IST)