ગુજરાત
News of Wednesday, 14th July 2021

પીઆઇ પત્ની સ્વીટી પટેલ ચકચારી કેસ : શંકાસ્પદ હાડકા માનવીના : FSLમાં ખુલાસો

પોલીસે પી.આઇ અજય દેસાઇનો પોલોગ્રાફી ટેસ્ટ કરાવ્યો હવે રિપોર્ટની રાહ

કરજણથી ગુમ પીઆઇ પત્ની સ્વીટી પટેલની તપાસ દરમિયાન પોલીસને દહેજથી હાડકાંના બળેલા ટુકડા મળ્યાં હતાં. હાડકાંના ટુકડા તપાસ માટે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગને મોકલવામાં આવ્યાં હતા. સ્વિટી પટેલ લાપતા કેસ મામલામાં હવે મોટો ખુલાસો થયો છે. કરજણ અવવારૂ ઘરમાંથી મળેલા હાડકા માનવીના હોવાનું FSL રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

કરજણ અવવારૂ ઘરમાંથી મળેલા હાડકા માનવીના હોવાનું FSL રિપોર્ટમાં મળી આવ્યા બાદ હાડકા અને સ્વીટી પટેલના બાળકના DNA સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયા છે. 1 મહિના કરતા વધુ સમયથી લાપતા પી.આઇના પત્ની સ્વિટી પટેલની હજી સુધી કોઇ સગળ મળી ન હતી. પોલીસે પી.આઇ અજય દેસાઇનો આજે પોલોગ્રાફી ટેસ્ટ કરાવ્યો છે માટે હવે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોલીસે સ્વિટી પટેલના બે વર્ષ પુત્ર અને પતિ અજય દેસાઇના DNA લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલેલ્ખનીય છે કે વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલનો કરજણથી ગુમ થયા બાદ કોઈ પત્તો નથી. સ્વીટી પટેલ 35 દિવસથી લાપતા છે. દરમિયાન પોલીસને ગઈકાલે દહેજથી 12 કિ.મી. દુર અટાલી ગામની સીમના બિનઉપયોગી બિલ્ડીંગ પાછળથી બળેલી હાલતમાં હાડકાંના ટુકડા મળ્યાં હતાં. આ જ વિસ્તારમાં પીઆઇ અજય દેસાઇની જે તે સમયે ગતિવિધી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથધરાઈ અને સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી થઈ હતી.

(11:49 pm IST)