ગુજરાત
News of Wednesday, 14th July 2021

અને મોતને ભેટેલા એ તમામ મજૂરોના દરેક પરિવાર માટે બિલ્ડરને સમજાવી ૨૦-૨૦ લાખ મુકાવ્યા

સજા મળે કે વળતર એ ભવિષ્યની વાત, હાલમાં એ મજૂર પરિવારનું ગુજરાન માટે શું? આવા વિચારે સુરત રેન્જ વડા રાજકૂમાર પાંડિયન દ્વારા માનવીય, પ્રેરણાદાયી પગલું ભરાયું

રાજકોટ તા. ૧૩, સુરતના કામરેજ પંથકના વેલજામાં માટી ધસી પડવાના કારણે ૪ શ્રમિકોના મોત નિપજવાની કરુણ ઘટનામાં પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી તો કરવામાં આવી, તેમને સજા મળે કે વળતર ચૂકવવાની વાત ભવિષ્યની વાત પરંતુ હાલ તુરત એ પરિવાર નોધારા જેવો બની ગયો તેનું શું,? આવો વિચાર સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયનને આવ્યો, માનવતાવાદી આ આઇપીએસ અધિકારીએ જવાબદાર માનતા બિલ્ડરોને બોલાવ્યા અને માનવતાની દુહાઈ આપી આ ગરીબ મજૂર પરિવારનું ભવિષ્ય સુરક્ષીત કરવા સમજાવ્યા અને એ બિલ્ડરો પણ સહમત થયા અને દરેક પરિવારને ૨૦ -૨૦ લાખની પરિવાર માટે ફિકસ ડિપોઝિટ કરાવી અને ભવિષ્ય સુરક્ષીત કર્યું.                      

કોઈ અધિકારી આવા સમયે ગરીબ લોકોનો વિચાર કરવાને બદલે જુદા જ્ વિચાર કરે પણ જેમની એક આંખમાં કડકાઈ અને બીજી આંખમાં કરુણા છે તેવા આ આઇપીએસ અધિકારીઓ દ્વારા ગરીબ લોકોની વહારે ચઢ્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી.

ત્રણેક મહિના પુર્વે કોસંબા નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક સાથે ૧૪ શ્રમિકોેનાં મોત થયાં હતાં. આ કરુણ ઘટનામાં રાજ્ય સરકારે તો આર્થિક સહાય ચૂકવી જ પણ સુરત રેન્જની પોલીસે પણ માનવતાવાદી અભિગમ અપનાવી પોતાની રીતે શ્રમિકોને મદદરૂપ બનવાનું વિચાયું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ પોત પોતાની રીતે યોગદાન આપ્યું. ત્યાર પછી વડોદરા જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગપતિઓને આ મુદે આર્થિક સહાય કરવા અપીલ કરી. જેના કારણે રૂ. ૧૮ લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી. જે મૃતકના પરિવારજનોને પહોંચાડવામાં આવી હતી. આ માનવતાવાદી કામગીરી પણ ડૉ. રાજકુમાર પાંડીયનના માર્ગદર્શન તળે સુરત જિલ્લા પોલીસની ટીમે કરી હતી.

વાત અહીથી અટકતી નથી ,ગરીબ પરિવાર પર ટ્રક ચડી જતા જે કરુણાંતિકા સર્જાયેલ તેમાં રાજ્ય સરકાર દ્વારા મદદ બાદ રેન્જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા વિવિધ ઉધોગપતિઓનો સંપર્ક સાધી તેની પાસેથી મોટી રકમ દાન સ્વરૂપે મેળવી પોતાના ડીવાયએસપી ચંદ્રરાજસિહ જાડેજાને સુરત રૂરલ એસપી સાથે પરામર્શ કરી ખાસ રાજસ્થાન મોકલેલ, ચંદ્રરાજસિહ જાડેજા દ્વારા પણ આઇજી માફક પોતાના જન્મ દિવસે આ ગરીબ પરિવાર માટે ૫૧ હાજર દાન આપેલ.

(2:41 pm IST)