ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 1.01 લાખનો મુદામાલ જપ્ત કર્યો
ગાંધીનગર: જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી શ્રાવણ પહેલા જ જિલ્લામાં જુગારધામ ધમધમી ઉઠયા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈસનપુર મોટા ગામે મગોડી રોડ ઉપર રહેતા સુરેશ ચીનુભાઈ પટેલ મકાનમાં જુગારધામ ચલાવી રહયા છે અને બહારથી લોકોને બોલાવી કોઈન આધારે જુગાર રમાડે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં અહીં જુગાર રમતાં મનુજી કેશાજી ઠાકોર રહે.લીંબડીયા, ભુપેન્દ્રકુમાર રતિલાલ ચૌહાણ રહે.બાવડીયાનો આટો સાણંદ, વિરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર રહે.સાણોદા દહેગામ, રાજુભાઈ હીરાભાઈ મકવાણા રહે.મકાન નં.૧૮૫, સે-ર૪, રમેશભાઈ ગણેશભાઈ પરમાર રહે.ર૬૨, નાડીયાવાસ વાવોલ, મહિપતસિંહ રામસિંહ ચૌહાણ રહે.અક્ષરહોમ સોસાયટી વાવોલ, પ્રદિપ રાજારામ ધારણસકર રહે.પ૭૫, મુળજી પારેખની પોળ, દરીયાપુર, મનુભાઈ રામજી પરમાર રહે. પ્લોટ નં.૬૬૬/૬, સે-૧૩, મહેન્દ્રસિંહ રસીકસિંહ પરમાર રહે.ઈન્દિરાનગર સાણોદા, ભુપતસિંહ હેમતુજી વાઘેલા રહે.૧પ૮૧/ર, સે-પ/સી અને સુરેશ ચીમનભાઈ પટેલ રહે.મગોડી રોડ ઈસનપુર મોટાને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી પપ૪૫૦ રોકડા, ૧૧ મોબાઈલ, જુગાર માટેના કોઈન મળી ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં ભેગા થઈને જુગાર રમવા બદલ આ જુગારીઓ સામે સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ ચાલી રહયું હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. ગાંધીનગર ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ અહીં જુગારીઓ રમવા માટે આવતા હતા.