ગુજરાત
News of Wednesday, 14th July 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 12 શકુનિઓને ઝડપી પાડયા

ખેડા:જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર ચાલતા જૂગારઘામ પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. નડિયાદ તાલુકાના ભૂમેલ ઇન્દિરાનગરીમાં આવેલ આંગણવાડી પાસેની ખુલ્લી જગ્યામાં, અનારા ગામની સીમના પાટીયા નજીક ખુલ્લા ખેતરમાં અને મહુધાના અલીણા પરા બજારમાં દરગાહની પાછળ ચાલતા આક ફરકના જૂગારઘામ પર સ્થાનિક પોલીસે રેડ કરી હતી.ત્રણેય બનાવોમાં કુલ બાર વ્યક્તિઓ વિરુધ્ધ સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે ભૂમેલ ગામમાં આવેલ ઇન્દિાનગરી આંગણવાડી પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે.જે અન્વયે સ્થાનિક પોલીસે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.જેમાં અશોકભાઇ રઇજીભાઇ ગોહિલ,બાબુભાઇ રમણભાઇ પરમાર,પ્રશાંતભાઇ ભલાભાઇ રાવળ,વિશાલભાઇ વિજયભાઇ ચાવડા,મહેન્દ્રભાઇ કનુભાઇ પરમાર અને રામસિંગભાઇ ઉર્ફે ભમો બાબુભાઇ પરમારને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત છ વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૧૧,૫૮૦,દાવ પરથી રૂા.૪૫૪૦,મોબાઇલ ફોન નં-૪ કિ.રૂા.૯,૦૦૦ એમ મળી કુલ રૂા.૨૫,૧૨૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)