ગુજરાત
News of Wednesday, 14th July 2021

નડિયાદ ઠાસરા સેવાલિયા રોડ નજીક સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત

નડિયાદ : ઠાસરા સેવાલીયા રોડ પર આવેલ નવી માલવણ ગામ સીમમાં આવેલ એક ક્વોરી પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક મોટર સાયકલના ચાલકનુ ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ.

નવી માલવણ પ્રાથમિક શાળાની સામે રહેતા ભીખાભાઇ પરમાર સેવાલીયા બેંકના કામ અર્થે મોટર સાયકલ લઇને જતા હતા. તેઓ નવી માલવણ ગામની સીમમાં આવેલ એક ક્વોરી પાસેથી પસાર થતા હતા. તે વખતે એક બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ભીખાભાઇની પાછળ આવતા એક મોટર સાયકલને અડફેટ મારી હતી. જેથી મોટર સાયકલનો ચાલક ભીખાભાઇના મોટર સાયકલ સાથે અથડાતા મોટર સાયકલ ચાલક મોહનભાઇ હીરાભાઇ મારવાડીનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ભીખાભાઇ રંગીતભાઇ પરમારે સેવાલિયા પોલીસ મથકે એસ.ટી.બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)