ગુજરાત
News of Wednesday, 14th July 2021

સુરતના વરાછામાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.19 લાખની મતાની ઉઠાંતરી કરી

સુરત: શહેરના વરાછા અશ્વનીકુમાર રોડ ખાતે ભાડાના બંગલામાં રહેતા યુવાન સોમવારે પત્ની-પુત્રી સાથે સાળાના ઘરે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યારે ત્રાટકેલા તસ્કરો ધોળે દિવસે બંગલાના મેઈન દરવાજાના લોકની કડી કાપી રોકડા રૂ.15 હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.19 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ઉમરાળાના ડંભ્યાળીયા ગામના વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ રામબાગ સોસાયટી બંગલા નં.એ/66 ના ત્રીજા માળે ભાડેથી રહેતા 44 વર્ષીય જયેશભાઇ મગનભાઇ મોણપરા વરાછા પટેલનગર અશ્વનીકુમાર રોડ વિસામા પાસે ક્રિશા ફેશનમાં નોકરી કરે છે. ગત સોમવારે સવારે 9 વાગ્યે તે પત્ની હેતલ અને પુત્રી ક્રિશા સાથે સાળા ભૌતીક માંગુકીયાના ઘરે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. બપોરે 2.30 કલાકે તે પત્ની-પુત્રીને ઘરે મૂકી કામ માટે નીકળી ગયા હતા. રસ્તામાં તેમને પત્ની હેતલે ફોન કરી ઘરે ચોરી થયાની જાણ કરતા તે ઘરે દોડી ગયા હતા.

(5:09 pm IST)