ગુજરાત
News of Wednesday, 14th July 2021

હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કોરોનાના જીનોમ સિકવન્સિંગ ટેસ્ટિંગની મંજૂરી

સુરતમાં કોરોનાના ડેલ્ટા પ્લસનો કેસ સામે આવ્યા બાદ સત્તાધીશો ગંભીરતાપૂર્વક કાર્યરત બન્યા

સુરતમાં કોરોનાના ડેલ્ટા પ્લસનો કેસ સામે આવ્યા બાદ સત્તાધીશો ગંભીરતાપૂર્વક તે દિશામાં કાર્યરત બન્યા છે. અત્યાર સુધી કોરોનાના જીનોમ સિકવન્સિંગ ટેસ્ટિંગ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરાતો હતો. જેમાં ખૂબ વિલંબ પણ થતો હતો. પરંતુ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કોરોનાના જીનોમ સિકવન્સિંગ ટેસ્ટિંગની મંજૂરી અપાઇ છે.

(8:22 pm IST)