ગુજરાત
News of Wednesday, 14th July 2021

NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત

કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ

અમદાવાદ : રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે, NDRFની છટ્ઠી બટાલિયન વડોદરા નજીક જરોદમાં કાર્યરત છે અને તમામ પ્રકારની કુદરતી આફતો, અકસ્માતો અને દુર્ઘટનાઓમાં જાનમાલના બચાવની અદ્યતન તાલીમ અને સાધનોથી સુસજ્જ છે. આ દળ રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન જાળવીને આફતના પ્રસંગે બચાવ અને રાહતની અસરકારક કામગીરી કરે છે. તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની આફતમાં NDRFની ટીમોએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સેવાઓ આપી હતી.

(9:15 pm IST)