લાછરસ ગામે નજીવી બાબતે ચપ્પુ મારી ઇજા કરી ધમકી આપનાર 02 વિરુદ્ધ ગુનો દાખલ થયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં નજીવી બાબતે ઝગડો થતા એકને ચપ્પુ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.12 જુલાઈએ રાત્રે 10 વાગે બનેલા બનાવમાં ફરીયાદ આપનાર ધનશ્યામભાઇ રમણ ભાઇ વસાવા(રહે,લાછરસ )પોતાના ઘરે હતા તે વખતે ગામનો અક્ષયભાઇ ભગાભાઇ વસાવા તેમના ઘરે આવીને કહેવા લાગેલ કે , તું મારા ભાઇ અજયને કેમ બોલતો હતો તેમ કહેતા ઘનશ્યામએ જણાવેલ કે તારો નાનો ભાઇ મારી પત્ની સાથે બોલા ચાલી કરતો હતો એટલે હું તેને સમજાવતો હતો તેમ કહેતા અક્ષય ઉશ્કેરાઇ જઇ માર મારવા લાગેલ ત્યારે અજયભાઇ ભગાભાઇ વસાવા ત્યાં દોડી આવી ઝપાઝપી કરતા ચંપાબેન બકોરભાઇ વસાવા વચ્ચે છોડાવવા પડતા તેણીને ડાબા ગાલ ઉપર અક્ષયએ તેના હાથમાં રહેલ ચપ્પુ જેવા સાધનથી મારી ઇજા કરી તેમજ ઘનશ્યામ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.