ગુજરાત
News of Wednesday, 14th July 2021

રાજપીપળા શાકમાર્કેટમાં આંકડા લખનાર શખ્સને રૂપીયા 720 સાથે પોલીસે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા પોલીસે ચેકીંગ દરમ્યાન શાકમાર્કેટમાં આંકડાનો ધંધો કરનાર એક શખ્સને રોકડ રકમ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
 મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ તા.13 જુલાઈના રોજ બપોરે 3.30 વાગે પેટ્રોલલિંગમાં હતી તે સમયે બાતમી મળતા શાકમાર્કેટમાં રેડ કરી ત્યાં આંક ફરકનાં આંકડા લખનાર ઇમરાન શબ્બીરભાઇ સોલંકી (રહે . કબાવાડ, રાજપીપલા ) ને રોકડા રૂપિયા ૭૨૦ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી

(10:44 pm IST)