ગુજરાત
News of Wednesday, 14th July 2021

રાજપીપળા સરકારી ઓવરા પાસે છેલ્લા 2 વર્ષમાં પકડાયેલા 10.92 લાખના ઈંગ્લીશ દારૂનો નાશ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વિદેશી દારૂના વેપલા પર પોલીસની બાઝ નજર રહે છે જેમાં વારંવાર દારૂનો મુદામાલ પકડી પોલીસ આ ધંધા બંધ કરવા કમર કસે છે ત્યારે 2020-21ના બે વર્ષમાં રાજપીપળા, આમલેથા અને તિલકવાળા પોલીસ સ્ટેશન માં પકડાયેલા ઈંગ્લીશ દારૂના મુદામાલની કુલ 7268 નંગ બોટલ જેની કી.રૂ.10,92,600 નો આજરોજ ના.પો.અધિ.રાજેશ પરમાર, વાણી દુધાત ભગત તથા નશાબંધી અધિક્ષક વસાવાની સુચનાથી રાજપીપળા સરકારી ઓવરા નજીક નાશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા ટાઉન પી.આઈ તરીકેનો મોહનસિંહ ચૌહાણે ચાર્જ સંભળતા જ ના.પો.વડા રાજેશ પરમારની સીધી દોરવણી હેઠળ દેશી દારૂના 333 કેશ દાખલ કરી તેના મુદામાલનો પણ નાશ કર્યો હતો,આમ રાજપીપળા ટાઉન પોલીસની પણ આ દિશામાં સરાહનીય કામગીરી જોવા મળી છે

(10:46 pm IST)