ગુજરાત
News of Sunday, 14th August 2022

સાગબારા કુંભીકોતરના ટેકરા પર રીક્ષા પલટી ખાઇ જતાં પત્નીનું મોત,બે બાળકો અને પિતાનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુભી કોતર ગામ પાસે પુરપાટ જતી રીક્ષા પલટી ખવડાવી પોતે અને પોતાના પરિવારજનો રોડ પર ફંગોળાઈ જતા ઈજાઓ થઈ જેમાં પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું


પ્રાપ્ત માહિતી અનુસાર ફકીરમહંમદ દાદમહંમદ મકરાણી રહે.પટેલ નગર,ઉધના.સુરત નાઓ પોતાની પાસેની રીક્ષા નંબર.GJ.5.CT.7421 માં પત્ની અને ને બાળકો સાથે સુરત થી મહારાષ્ટ્ર નાં ખાપર ગામે જવા નિકળ્યા હતા ત્યારે સાગબારા નાં કુંભિકોતર ગામના ટેકરા પર તેમણે પૂરપાટ રીક્ષા હંકારતા પલટી મારી જતાં તમામ બહાર ફંગોળાઈ જતા તેમને તેમના બાળકોને ઈજાઓ થઈ હતી પરંતુ તેમના પત્ની અસ્માબી ફકીરમહંમદ મકરાણી ને આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું હોય સાગબારા પોલીસે ફકીરમહંમદ દાદમહંમદ મકરાણી સામે ગુનો દાખલ કર્યો છે.
કામનો આરોપી પોતાના કબજામાની બજાજ કંપનીની ફુલ સ્ટોપ થ્રી વ્હીલ રીક્ષા નંબર GJ - 05-774 ટા પોતાની પત્ની તથા પોતાના બે બાળકોને રીક્ષામાં બેસાડીને સુરત ખાતેથી મારાષ્ટ્ર રાજયના ખાપર ગામે મહેમાન જતા હતા તે વખતે સાગબારા કુંભીકોતરના ટેકરા ઉપર રીક્ષાને પુરઝડપે હંકારી લઇ જતા ટેકરા ઉપર અચાનક ખાડો આવી જતા ખાડો ટાળવા માટે રીફાને ગફલત ભરી રીતે એકદમ ટર્ન મારી રીક્ષા પલ્ટી ખવડાવી રીક્ષામાં બેઠેલ પોતાની પત્ની અસ્માબી તથા બન્ને બાળકો તથા પોતે રીક્ષામાંથી રોડ ઉપર પડી જતા સારૂંદ જોયા ને માથામાં કપાળના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા પહોચાડી તથા અરમાન ને કપાળના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા પહોંચાડી અસ્માબી ને માથામા કપાળના ભાગે જમણી બાજુ ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી મોત નીપજાવી તથા પોતાને પણ ઇજા પહોંચાડી ગુનો કરતા હતા

 

(11:03 pm IST)