ગુજરાત
News of Wednesday, 14th October 2020

પાલનપુરથી 1.2 કરોડના ચરસનો જથ્થો ઝડપાયો : 17 કિલો જથ્થા સાથે બે શખ્શો કંજામાં : લુધિયાણાથી મોકલાયો હતો

ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશન પાલનપુરની હોટલમાંથી મહારાષ્ટ્રના બે શખ્સોને ઝડપી લીધા

 

અમદાવાદગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો છે.

  એટીએસના પી.આઈ સી આર જાદવ ને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે પાલનપુરની હોટલ માં ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓ આવવાના છે જે અંગે વોચ ગોઠવી સફરજન બોક્સમાંથી 17 કિલો જેટલો ચરસ જથ્થો પકડી પાડયો હતો પકડાયેલા ચરસની અંદાજિત બજાર કિંમત 1 કરોડ 2 લાખ જેટલી થાય છે.ચરસના જથ્થા સાથે ઝડપાયેલ બંને શખ્સો ફહીમ બેગ અને સમીર શેખ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે જેમને ચરસનો જથ્થો લુધિયાણાથી લાવી આપવાનું કામ હતું. જેથી લુધિયાણા સબ્જીમંડીમાં એક ટ્રક તેમને ચરસનો જથ્થો આપી ગઈ હોવાની કબૂલાત કરી છે અને ઇમરાન નામના શખ્સને ચરસનો જથ્થો પહોંચાડતા 50,000 રૂપિયા પણ મળવાના હતા પરંતુ તે પહેલાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે આરોપી ઇમરાન કોણ છે અને તે કંઈ રીતે અમદાવાદમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.

હાલ તો ATS પકડાયેલ આરોપીઓને બનાસકાંઠા SOGને સોંપી ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરશે અને તેની તપાસમાં અમદાવાદથી મહારાષ્ટ્ર નું કનેકશન સામે આવી શકે છે. મહત્વ ની વાત તો છે કે જે રીતે ડ્રગની સપ્લાય કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે તે દેખાઈ આવે છે.
છેલ્લા એક મહિના માં 27 થી વધુ આરોપીઓને કરોડો રૂપિયાનાં ડ્રગ સાથે ગુજરાત પોલીસે પકડી પાડ્યાં છે અને જેમાં ખાસ કરીનેને તમામ ડ્રગ સામેલ છે.ગાંજો,ચરસ,એમડી,કોકિન સહિત અલગ અલગ ડ્રગ સાથે આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને મુંબઈ કનેકશન પણ સામે આવ્યું છે.

 

(11:53 pm IST)