ગુજરાત
News of Wednesday, 14th October 2020

રાજપીપળા પો.સ્ટે.ના અપહરણના ગુનાના બીજા આરોપીને પણ ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,નર્મદા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદાની સુચના હેઠળ નર્મદા જીલ્લામાં અપહરણના ગુનામાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડી અસર કારક કામગીરી કરવાની સુચના મળતા રાજપીપળા પો.સ્ટે. માં ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૦ના રોજ અપહરણનો ગુનો દાખલ થયો હતો જે ગુનાની ચાલુ તપાસના આરોપી નં.(૧) લક્ષમણ ઉર્ફે મનોજભાઇ રમેશભાઇ તડવી ને તા.૧૨/૧૦ /૨૦૨૦ના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવહી કરવામા આવી હતી જ્યારે આરોપી નં.(૨)રમેશભાઇ નવા ભાઇ ઉર્ફે નવલાભાઇ તડવી (રહે. ટેકરા ફળીયુ જુનવદ તા. ગરૂડેધ્વર હાલ રહે. વાવડી તા.નાદોદ જી.નર્મદા) નાનો પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો રહેલ અને કાઠીયાવાડ બાજુ મજુરી અર્થે જતો રહેલ જે પોતાના જમાઇના ઘરે ડભોઇ ખાતે કર્નેટ ગામે આવતો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો શાખા ના પો.સ.ઈ. ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે મળી આરોપીને કર્નેટ ગામ ખાતે વોચ રાખી પીછો કરી તપાસ કરતા આરોપી રમેશભાઇ તડવી મળી આવતા તેને તા.૧૩/૧૦/૨૦૨૦ના રોજ ઝડપી પાડી ગુનામાં રાજપીપળા પો.સ્ટે ને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:56 pm IST)