ગુજરાત
News of Wednesday, 14th October 2020

નાંદોદના મોટી ભમરી ગામ પાસેથી ૩.૯૧ લાખના પ્રોહી.ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામ પાસેથી નર્મદા એલ.સી.બી.ની ટીમે દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

  નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની સુચના આપતા એ.એમ. પટેલ,પો.ઇન્સ.એલ.સી.બી. તથા સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી. બી.અને એલ.સી.બી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા

 દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં આવેલા મોટી ભમરી ગામમાં વિદેશી દારૂનો જથ્થો છે જે બાતમીના આધારે મોટી ભમરી ગામ ખાતે રેઇડ કરતા બોલેરો ગાડી નં. GJ-22- U-1529માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ. ૯૧,૨૦૦/- તથા બોલેરો ગાડી- ૧ કિ.રૂ. 3,00,000 સાથે કુલ્લે કિ.રૂ. ૩,૯૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે  નિતીન વિઠ્ઠલભાઇ વસાવા (રહે.મયાસી તા.નાંદોદ,જી. નર્મદા)ને ઝડપી પાડી તથા વિનોદ વસાવા (રહે. વેલછડી), મનુર મથુરભાઇ વસાવા( રહે. મોટી ભમરી),અશોક (રહે.દડગામ જી. નંદુરબાર) ને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી પ્રોહી.નો કેસ શોધી કાઢી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રાજપીપળા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

(10:32 pm IST)