ગુજરાત
News of Wednesday, 14th October 2020

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના હોદ્દેદારોની ભરૂચ ખાતે મીટીંગ મળી

સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભરૂચ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ની મીટીંગ યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ,  સતીષ ઠાકોર ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ, ભાવેશભાઈ દવે મહામંત્રી ગુજરાત પ્રદેશ, શૈલેષભાઈ પટેલ કોર કમિટી મેબ્બર, ખુશ્બુ શર્મા મહામંત્રી ગુજરાત પ્રદેશ, અંજના ઘોષ ભરૂચ જિલ્લા અધ્યક્ષ, ઓમપ્રકાશ ચિમ્પા જિલ્લા પ્રભારી અને ભરૂચ શહેરના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્યના ભાગરૂપે  કોરોના  સામે લડવા ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેમ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સતીષભાઇ ઠાકોરે જણાવ્યું હતું.

(9:17 am IST)