ગુજરાત
News of Wednesday, 14th October 2020

ઓનલાઈન: 34 હજાર જેટલા સુરતીઓએ ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા પાર પાડી

લાયસન્સ સહિતની કામગીરી ઓનલાઇન થતા આરટીઓના ઘક્કા બચ્યા

સુરત આરટીઓમાં ઓનલાઈન કામગીરીનો લોકો ભરપૂર લાભ લઇ રહ્યાં છે,આરટીઓ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા, ડુપ્લીકેટ લાયસન્સ કઢાવવા, ફોટો બદલવા માટે અરજદારોએ આરટીઓ કચેરી આવવું ન પડે તે રીતે તમામ કામગીરી ઓનલાઈન કરાઈ છે લોકડાઉન પછી અંદાજે 34000 જેટલા લોકોએ ઘરે બેઠા જ આરટીઓની આ ઓનલાઈન સેવાનો લાભ લઈને લાયસન્સ સહિતની કામગીરી કરી દીધી છે અને આરટીઓના ધક્કા ખાતા બચ્યા છે.

  લોકડાઉન અને તે બાદ વધારે લોકો ભેગા ન થાય તેવી સરકારની ગાઈડલાઈન છે, જેને અનુસરીને સુરત આરટીઓ વિભાગ દ્વારા શહેરીજનો માટે આ ઓનલાઈન સુવિધા ઉભી કરાઈ હતી. જેનો સુરતીઓએ ભરપૂર લાભ પણ લીધો છે

 હાલ પણ રોજની 300 જેટલી અરજીઓ આવી રહી છે અને લોકો આરટીઓ કચેરી આવવાનું ટાળીને ઘરે બેઠા જ આ કામ નિપટાવી રહ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે 2009 પહેલા લાયસન્સનો ડેટા જોઈ શકાતો ન હતો. પણ હવે વાહનચાલકો એપમાં લાયસન્સ જોઈ શકે તે રીતે ડેટા બેકલોગ કરાઈ રહ્યા છે. સુરત આરટીઓમાં દર મહિને 4 હજાર લાયસન્સનો ડેટા બેકલોગ કરાઈ રહ્યો છે.

(11:29 am IST)