ગુજરાત
News of Wednesday, 14th October 2020

આહવાનાં ગામોના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

કાપરી નદી પરનો કોઝવે ઊંચો કરવાની અનેક રજૂઆત છતાં કામગીરી નહીં થતા ગ્રામજનોએ ધોક્કો પછાડ્યો

અમદાવાદ :આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ડાંગ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના વાંગણ અને કુતરનાચ્ચા ગામના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

   ગ્રામજનો દ્વારા અનેકવાર કાપરી નદી ઉપર બનાવવામાં આવેલો કોઝ વે ઉંચો કરવાની રજુઆત કરી હતી.પરંતુ  સુધી  કોઈ કામગીરી ન થા ગ્રામજનો નારાજ છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

(11:38 am IST)