ગુજરાત
News of Wednesday, 14th October 2020

અમદાવાદના ચાંગોદર હાઇવે ઉપરની કેમિકલ ફેક્‍ટરીમાં ભીષણ આગઃ ફાયર ફાયટરની 17 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં

અમદાવાદ: ચાંગોદર હાઇવે પરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફેક્ટરીમાં આગ લાગતા દૂર-દૂર સુધી આગના ધુમાડાઓના ગોટેગોટાં વળ્યાં છે. જો કે ફાયર વિભાગની 17 ગા઼ડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાલમાં ચાલુ છે.

(4:40 pm IST)