ગુજરાત
News of Wednesday, 14th October 2020

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ઘડિયાળના શો રૂમના માલિકને મોટો ઓર્ડર આપવાના બહાને હોટલમાં બોલાવી ભેજાબાજે છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં રેસકોર્સ વિસ્તારમાં ઘડિયાળ ના શોરૂમના એક કર્મચારીને ઘડિયાળોનો ઓર્ડર આપવાના બહાને હોટલમાં બોલાવી બાદ તેની પાસેથી કીમતી ઘડિયાળો પડાવી લેવામાં આવી હોવાનો બનાવ બન્યો છે.

રેસકોર્સના ગૌતમ નગર ખાતે ઘડિયાળના શોરૂમ માં ફરજ બજાવતા હરેન્દ્ર સિંહ સોલંકી ને ગઈ તા 10 સપ્ટેમ્બરે સંદીપ નામના એક શખ્સે ફોન કરી ક્લાઈન્ટો ને ગોલ્ડની ઘડિયાળ ગિફ્ટ આપવાની હોવાથી ઓર્ડર ની વાત કરી હતી. હરેન્દ્રસિંહે ઘડિયાળના ફોટા મોકલ્યા બાદ સંદીપે એક મહિના બાદ ફોન કરી ફરીથી ઘડિયાળ ના ફોટા મંગાવ્યા હતા.

ગઈકાલે સંદીપે ફરી ફોન કરી બપોરે ઘડિયાળો ખરીદવા આવશે તેમ જણાવતા સેલ્સમેન હરેન્દ્ર સિંહે ઘડિયાળ તૈયાર રાખી હતી. પરંતુ ઠગ સંદીપ આવ્યો ન હતો અને તેણે મારા બોસ વેલકમ હોટલમાં રોકાયા છે તો તમે ઘડિયાળો બતાવવા માટે ત્યાં સર્વિસ આપો તેવી વિનંતી કરતા હરેન્દ્રસિંહ અને અન્ય કર્મચારી હોટલમાં ગયા હતા.

(5:58 pm IST)