ગુજરાત
News of Wednesday, 14th October 2020

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં મહિલાને ગોવાની હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ બોસની પોલીસે ધરપકડ કરી

વડોદરા:ઘર લેવા માટે આઠ લાખની લોન આપ્યા બાદ મહિલા કર્મચારીને ગોવા લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરનાર બોસની આજે ગોત્રી પોલીસે ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે મહિલા કર્મચારીના બોસને  તા.૧૭ ઓક્ટોબર સુધી પાંચ દિવસ માટે રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.

મળીત વિગતો પ્રમાણે છાણી જકાતનાકા વિસ્તારમાં રામકાકાની ડેરી , ટીપી ૧૩ ખાતે રહેતા વિજય દિનેશભાઈ અગ્રવાલ  જેતલપુર રોડની શ્રીનિકેતન સોસાયટી ખાતે ઓરિએન્ટ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ નામની ઓફિસ ધરાવે છે.આ ઓફિસમાં કાઉન્સિલર તરીકે નોકરી કરતી અને પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની યુવતીએ વિજય અગ્રવાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.યુવતીનુ પોલીસ ફરિયાદમાં કહેવુ હતુ કે, પહેલા વિજય અગ્રવાલે મને આઠ લાખ રુપિયા મકાનની લોન પેટે આપ્યા હતા.એ પછી પૈસાની કડક ઉઘરાણી કરીને મને તેમની સાથે ઓફિસના કામે ગોવા જવા માટે દબાણ કર્યુ હતુ.૨૧ થી ૨૩ ફેબુ્રઆરી દરમિયાન મારી પાસે ગાવાની ગ્રેન્ડ લિઓની હોટલમાં બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યો હતો.વડોદરા પાછા ફર્યા બાદ મને તેમણે નોકરીમાંથી કાઢી મુકી હતી.આ કેસમાં પોલીસે આજે ધરપકડ કરીને વિજય અગ્રવાલને કોર્ટમાં રજૂ કર્યો હતો.પોલીસે રિમાન્ડની માંગણી કરીને દલીલ કરી હતી કે,  ગોવાની હોટલમાં  પંચનામુ કરવા માટે તેમજ આ ઘટના બની તે પહેલા આરોપીએ પોતાની ઓફિસમાં પણ ફરિયાદી સાથે શારીરિક અડપલા કર્યા હોવાથી ત્યાં પણ પંચનામુ કરવા માટે આરોપીની હાજરી જરુરી છે.આ સિવાય આરોપીઓની ઓફિસમાં બીજો કોઈ મહિલા સ્ટાફ હતો કે કેમ તેમજ અન્ય કોઈ મહિલા સાથે પણ દુષ્કર્મ કર્યુ છે કે કેમ તેની તપાસ કરવાની બાકી છે.ફરિયાદી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય અગ્રવાલ સિવાય અન્ય કોઈ આરોપી છે કે કેમ તે અંગે અને ફરિયાદી સાથે થયેલી નાણાકીય લેવડદેવડ દેવડ અંગેની પણ તપાસ બાકી હોવાથી રિમાન્ડની જરુર છે.

(6:00 pm IST)